Billboard ad 1150*250 Billboard ad 1150*250

હળવદના ધારાસભ્ય સાબરીયા અને મળતિયા વકીલના એક દિવસના રિમાન્ડ મંજુર

મોરબી નાની સિંચાઈ કોભાંડ યોજનામાં થયેલ ભ્રષ્ટાચાર છુપાવવા અને વિધાનસભામાં પ્રશ્નો નહિ ઉઠાવવા માટે ધારાસભ્ય પરશોતમ સાબરીયાએ તેના મળતિયા વકીલ મારફત ૩૫ લાખમાં સોદો કર્યો હતો જે મામલે પોલીસે ધરપકડ કર્યા આજે કોર્ટમાં રજુ કરતા એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે

હળવદના ધારાસભ્ય પરષોતમ સાબરીયા અને વકીલ ભરત ગણેશીયાને ઝડપી લેવાયા બાદ આજે કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજુ કરવામાં આવ્યા હતા જેમાં ધારાસભ્યના ત્રણ દિવસ અને મળતિયા વકીલના પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી જેમાં કોર્ટે એક દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા છે જે દરમિયાન વધુ પૂછપરછ કરવામાં આવશે અને લાંચ કેસમાં અન્ય કોઈ સંડોવાયેલા છે કે કેમ તેની તપાસ ચલાવવામાં આવશે તેવું પોલીસના આધારભૂત સુત્રોમાંથી જાણવા મળ્યું છે

તો બીજી તરફ ધારાસભ્યની ધરપકડના વિરોધમાં એ ડીવીઝન મથક બહાર પ્રતિક ધરણામાં જીલ્લાના ત્રણ ધારાસભ્યો, જીલ્લા પંચાયત પ્રમુખ સહિતના આગેવાનો ઉપરાંત સુરેન્દ્રનગર અને જામનગર જીલ્લાના કોંગ્રેસી ધારાસભ્યો પણ પ્રતિક ધરણામાં જોડાયા છે અને ધરપકડનો વિરોધ નોંધાવી સરકાર પર પ્રહારો કર્યા હતા

Comments
Loading...
WhatsApp chat