હળવદની સરા ચોકડીએ વાહન ચેકિંગ કરતી પોલીસનો કાઠલો પકડી લીધો

બે આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરજમાં રૂકાવટનો ગુનો

 

હળવદની સરા ચોકડીએ મધરાત્રીએ વાહન ચેકિંગ કરતી પોલીસ ટીમ સાથે બે ઇસમોએ બોલાચાલી કરી પોલીસનો કાઠલો પકડી લઈને ફરજમાં રૂકાવટ પેદા કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે

 

હળવદ પોલીસના વિનોદભાઈ છગનભાઈ ચાવડાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેઓ પોલીસ ટીમ સાથે સરા ચોકડી પાસે પોતાની ફરજમાં હોય અને રાત્રીના ૩ વાગ્યાના અરસામાં આરોપી જયદીપસિંહ મહાવીરસિંહ ઝાલા રહે આદિપુર કચ્છ અને શક્તિસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા રહે ઢવાણા તા હળવદ એમ બંને ઇસમોએ વાહન ચેકિંગ દરમિયાન પોલીસની ફરજમાં રૂકાવટ કરી હતી

 

જેમાં આરોપીઓએ ફરિયાદી વિનોદભાઈ ચાવડા યુનિફોર્મમાં હોય છતાં આરોપીએ કાઠલો પકડી લઈને ફરજમાં રૂકાવટ કરી ગાળો આપી હોવાની ફરિયાદ નોંધાવી છે હળવદ પોલીસે બંને આરોપી વિરુદ્ધ ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat