હળવદના બ્રાહ્મણી-૨ ડેમ ભરાઈ જતા ૧ દરવાજો ખોલવામાં આવ્યો, ૧૧ ગામોને એલર્ટ

મોરબી જીલ્લાના હળવદ તાલુકા પાસે આવેલ બ્રાહ્મણી ૨ જળાશય યોજના પૂર્ણ સપાટીએ ભરાતા/ રૂલ લેવલ જાળવવા ૧ દરવાજો ૦.૧૫ મીટર સપાટીએ ખોલવામાં આવ્યો છે જેથી હેઠવાસમાં આવતા ગામોના લોકોને નદીમાં અવરજવર નહિ કરવા જણાવ્યું છે

જેથી હેઠવાસમાં આવતા હળવદ તાલુકાના સુસ્વાવ, ટીકર, મિયાણી, મયુરનગર, માનગઢ, ખોડ, કેદારીયા, ચાડધ્રા, અજીતગઢ, ધનાળા અને રાયસંગપર એમ ૧૧ ગામોના લોકોને સાવચેત રહેવા સુચના આપવામાં આવી છે

Comments
Loading...
WhatsApp chat