હળવદ શહેરી વિસ્તારનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

ગુજરાત સરકાર દ્વારા  જીલ્લાકક્ષાએ તાલુકાકક્ષાએ ગ્રામ્ય કક્ષાએ સેવા સેતુ કાર્યક્રમ રાજ્ય સરકાર દ્વારા યોજવામાં આવે છે ત્યારે હળવદ રાજોધરજી હાઈસ્કુલ ખાતે નગરપાલિકા દ્વારા સેવસેતું – ૮ યોજાયો જેમાં સરકારની વિવિધ યોજનાઓ નો લાભાર્થીઓને લાભ મળે એ આશય થી સેવાસેતું યોજાયો

જેમાં આવક ના દાખલા,રહેઠાણના દાખલા,પ્રોપર્ટી ટેક્ષ,વ્યવસાય વેરા,આધાર કાર્ડ,આયુષ્માન કાર્ડ, હેલ્થ ચેકઅપ, વીજળી , એસ ટી,ફોરેસ્ટ વગેરે યોજનાઓ નો હળવદ ની જનતાએ લાભ લીધો હતો વિધવા સહાય ના હુકમો સરકારશ્રી દ્વારા લાભાર્થીઓ ને એનાયત કરવામાં આવ્યા હતા

આ કાર્યક્રમ અંતર્ગત હળવદ મામલતદાર એન એસ ભાટી,ચીફ ઓફિસર પાંચાભાઈ માળી,નગરપાલિકા પ્રમુખ રમેશભાઇ પટેલ,પાલિકા સદસ્ય અશ્વિનભાઈ કણઝરીયા, અજ્યભાઈ રાવલ, સતીષભાઈ પટેલ, નગરપાલિકા વિપક્ષ નેતા દિનેશભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં નગરપાલિકા સ્ટાફ દ્વારા ઝીણવટપૂર્વક દેખરેખ રાખવામાં આવી હતી વિપક્ષ નેતા દિનેશભાઈ મકવાણા દ્વારા કર્મચારીઓને સાથ સહકાર આપવા અને કચેરી સગવડતા હેતુ  સહ દિનેશભાઈ મકવાણા સાંજ સુધી  ઉપસ્થિત રહ્યા હતા

 

Comments
Loading...
WhatsApp chat