હળવદ: ભેદી સંજોગોમાં ઘણાંદમાં લોહી લુહાણ હાલતમાં યુવાનની લાશ મળી

હળવદના ઘણાંદમાં ભેદી સંજોગોમાં લોહી લુહાણ હાલતમાં યુવાનની લાશ મળતા ચકચાર મચી જવા પામ્યો છે. અને સ્થાનિકોમાં એવી ચર્ચા થઈ રહી છે કે લુખ્ખાતવોને પોલીસનો કોઈ ડર જ નથી.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના ધણાદ ગામે 25 વર્ષીય રાજુભાઇ નાગરભાઈ ઝિંઝરીયા નામના યુવાનની મોડી રાત્રી લોહી લુહાણ હાલતમાં લાશ મળી હતી. જેન પગલે  અરેરાટી મચી ગઇ હતી. હાલ હળવદ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અને સંગ બનાવ મામલે હત્યાનો ટેગ ઉકેલવા તજવીજ હાથ ધરી હતી. હાલ એવી પ્રાથમિક શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે યુવકની હત્યા કરી તેની લાશને ઘણાંદ ગામમાં ફેંકીને હત્યા કરનારા  નાસી ગયો છે.

Comments
Loading...
WhatsApp chat