હળવદ : લગ્નપ્રસંગમાં મહેમાનોની સંખ્યા ઘટાડવામાં આવતા આયોજકો અવઢવની સ્થિતિમાં 

૪૦૦ ના સ્થાને ૧૫૦ મહેમાનોની સંખ્યાની નવી ગાઈડલાઈનથી મુશ્કેલી 

 

મકરસંક્રાંતિના પર્વની ઉજવણી સાથે જ કમુર્હતતા પૂર્ણ થયા છે અને લગ્ન માટે શુભ મુર્હતો નિર્ધારિત થયા છે ત્યારે બીજી તરફ કોરોના કેસો વધતા સરકારે લગ્નપ્રસંગમાં ૪૦૦ મહેમાનોને બદલે ૧૫૦ મહેમાનોની સંખ્યા નિર્ધારિત કરતી નવી ગાઈડલાઈન બહાર પાડી છે ત્યારે લગ્ન યોજનાર પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે

ગુજરાતમાં છેલ્લા ત્રણ સપ્તાહથી  કોરોનાના કેસ દિન-પ્રતિદિન વધી રહ્યા છે આ સ્થિતિમાં હવે લગ્ન સમારોહ કઈ રીતે યોજવા ? લગ્ન સમારોહમાં ધામધૂમથી થઇ શકશે કે કેમ? કેટલાક અતિથિઓને આમંત્રણ આપવું? મર્યાદિત અતિથિઓને જ ઉપસ્થિત  હોય તો પાર્ટી પ્લોટ હોલ બુકિંગ ભાડું ચૂકવવા કે કેમ? તેને લયને લગ્ન પ્રસંગનુ આયોજન કરનાર વિસામણમાં મુકાય  ગયા છે. લગ્ન કરવાં કે‌  મુલતવી રાખવા અવઢવમાં  મુકાઈ ગયા છે. સરકારે ૨૨મી જાન્યુઆરી સુધી દોઢસો લોકોની મર્યાદા નક્કી કરી દીધી છે ત્યારે કોરોનાનો વધતા જઈ રહેલા સંક્રમણને જોતા સરકાર હજુ પણ ક્યાંક કડક નિયંત્રણો લગાવે ? ને એવી ચિંતા ના આયોજકોમાં ફેલાય છે.

સરકારની નવી ગાઈડલાઈનને પગલે અંત સમયે લોકોને આયોજનમાં મોટા ફેરફાર કરવાની ફરજ પડતાં પ્રસંગની મજા બગડી છે. કોરોના ના કેસ ની અસર ઇવેન્ટ મેનેજમેન્ટ હોટલ પાર્ટી પ્લોટ, કેટરીગ વ્યવસાયને પહોંચી રહી છે કોરોનાના કારણે અમુક લગ્નો કેન્સલ તો કેટલાક લગ્ન મોકૂફ થઈ રહ્યા છે. ઉતરાયણ બાદ કમુરતા ઉતરતા જ હળવદ પંથકમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ લગ્ન સિઝનનો ધમધમાટ જોવા મળ્યો હતો, જો કે છેલ્લા પખવાડિયાથી જિલ્લામાં કોરોનાનો કહેર અને  ઓમિકોનના દર્દીઓમાં વધારાને પગલે લગ્ન આયોજન કરનાર પરિવારો ચિંતીત બન્યા છે. બીજી  તરફ સંક્રમણને વધતું અટકાવવા રાજ્ય સરકારે પૂર્ણ નિયંત્રણો લાદયા છે.

 

મયુર રાવલ હળવદ

Comments
Loading...
WhatsApp chat