હળવદ: તા.22 અને 23ના રોજ ક્યાં ક્યાં વિસ્તારોમાં રહેશે વીજકાપ, જાણો….

હળવદના 66 કેવી સબ સ્ટેશનમાં અગત્યનું કામ કરવાનું હોવાથી આગામી તા.22 અને 23ના રોજ PGVCL દ્વારા વીજકાપની જાહેરાત કરવામાં આવી છે. અને કામ વહેલું પૂરું થયે કોઈપણ પ્રકારની જાણ કર્યા વિના વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવામાં આવશે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર આગામી તા. 22ને બુધવારે સવારે 6થી 2 વાગ્યા દરમિયાન 66 કેવી રાણેકપર સબસ્ટેશનમાંથી નીકળતા તમામ ફીડરો બંધ રહેશે. જેમાં રાણેકપર રોડ હળવદ શહેર રાણેકપર, માનસર, રણજીતગઢ,કેદારિયા, અન્ય ખેતીવાડી વિસ્તારનો સમાવેશ થાય છે. અને તા.23ના રોજ સવારે 6થી 2 વાગ્યા દરમિયાન 66 કેવી માલણીયાદમાં સબસ્ટેશનમાંથી નીકળતા તમામ ફીડરો બંધ રહેશે. જેમાં એંજાર જીવાય, નવા માલણીયાદ,જુના માલણીયાદ, નવા ઈશનપુર, જુના ઈશનપુર, નવા વેગડવાવ, જુના વેગડવાવ, અન્ય ખેતીવાડી વિસ્તારનો સમાવેશ થયા છે. તેમ કાર્યપાલક ઇજનેર હળવદની યાદીમાં જણાવાયું છે.

 

Comments
Loading...
WhatsApp chat