હળવદ હત્યા કેસ : મૃતકની પત્નીએ દિયર અને જેઠ વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી

ખેતરમાં પાણી લેવા બાબતે બબાલ એ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બે ભાઈ એક સંપ કરી ભાઈ નું ઢીમ ઢળી દીધું

હળવદ તાલુકાના દીધડીયા ગામની સીમ વિસ્તારમાં નજીવી બાબતે બે ભાઇઓ એક સંપ કરી ભાઈ નું ઢીમ ઢાળી દેતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

જાણવા મળતી માહિતી મુજબ હળવદ ના ચિત્રોડી ગામ ના વતની મુકેશભાઈ કુકાભાઈ સારલા.ઉ૩૫,રઘા ભાઈ કુકાભાઇ સરલા,મુન્ના ભાઈ કુકભાઈ ત્રણે ભાઈઓ ખેતમજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા. જેમની વડીલોપાર્જીત જમીન વાવતા હતા જેમાં ખેતરમાં પાણી પાણી લેવા આ બાબતે બોલાચાલી થતાં ઉગ્ર સ્વરૂપ ધારણ થતાં મોટાભાઈ તથા નાનાભાઈ એક સંપ કરીને વચટે ભાઈ નું ભાઇનું ઢીમ ઢાળી દીધું હતું.
વાડીમાં પાણીના વારા બાબત ત્રણેય ભાઈઓમાં બોલાચાલી થતાં મંગળવારે સાંજે વાડીમાં પાણીની મોટર ચાલુ કરવા અને પાક ને પિયત માટે પાણી ના વારા બાબતે ત્રણેય ભાઈઓ વચ્ચે બોલાચાલી થતાં ઝઘડો થતાં ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. મોટા અને નાના ભાઈ એ ૩૫ વર્ષ ના વચેટ ભાઈ મુકેશભાઈ કૂકાભાઈ સારલા પર તિક્ષણ હથિયાર વડે હુમલો કરી ઢીમ ઢાળી દીધું હતું.

મૃતક ના પત્ની દક્ષાબેન અને તેમના ૧૨ વર્ષ ના પુત્ર ને ઇજા પહોંચતા સારવાર માટે હળવદ ની સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા.જયા થી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રીડર કરવામાં આવ્યા હતા. જે બનાવ અંગે દક્ષાબેન મુકેશભાઈ સારલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે આરોપી રઘાભાઈ કુકાભાઈ સારલા અને મુન્નાભાઈ કુકાભાઈ સારલા રહે બંને દિઘડીયા વાળાએ ખેતરમાં પાણી વાળવા બાબતનો ખાર રાખીને હસમુખભાઈને છરી વડે જીવલેણ હુમલો કરીને તેમજ ફરિયાદીના પતિ મુકેશભાઈને સોરીયા વતી ઘા મારી ઈજા કરતા મોત થયું હતું જે બનાવ મામલે હળવદ પોલીસે બંને ઈસમો વિરુદ્ધ હત્યાનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat