હળવદ: ઇશનપુર ગામે મહિલાએ અપશબ્દો બોલવાની ના પાડતા 4 ઈસમોએ ઘાતકી હુમલો કર્યો

હળવદમાં લુખ્ખા તત્વોનો આતંક સામે આવ્યો છે. જ્યાં મહિલાએ અપશબ્દો બોલવાની ના પાડતા 4 ઈસમોએ ઘાતકી હુમલો કર્યો છે. આ મુદ્દે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થવા પામી છે.

જેમાં ફરિયાદી રાયધનભાઇ લવજીભાઇ વરાણીયાએ આરોપી રમણીક કેશાભાઇ વરાણીયા, જયંતિભાઇ કેશાભાઇ વરાણીયા, દિપકભાઇ કેશાભાઇ વરાણીયા અને કનુબેન કેશાભાઇ વરાણીયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા જણાવ્યું હતું કે,જુના ઇશનપુર ગામે ખોડીયાર માતાજીના મંદીર પાસે આરોપી રમણીક કેશાભાઇ વરાણીયા શેરીમાં અપશબ્દો  બોલતા હોય જેથી સાહેદ જીગ્નાબેને અપશબ્દો બોલવાની ના પાડવા છતા આરોપીએ અપશબ્દો બોલવાનું ચાલુ રાખ્યું હતું. જેથી સાહેદે દેકારો જીગ્નાબેને ફરી. રાયધનભાઇએ તેને સમજાવવા જતા આરોપી રમણીક કેશાભાઇ વરાણીયાએ ઉશ્કેરાઇ જઇ રાયધનભાઇના ડાબા હાથમાં ધારીયાનો ઉંધો ઘા મારી ફેક્ચર જેવી ઇજા કરી જ્યારે અન્ય આરોપીઓ હાથમાં ધોકા લઇને આવ્યા હતા. જય  આવી આરોપી દિપકભાઇએ સાહેદ પરબતભાઇને ધોકા વડે કાંડાના ભાગે મુંઢ ઇજા કરી અને મહિલા આરોપી કનુબેનએ સાહેદ જીગ્નાબેનને પકડી આરોપીદિપકભાઇએ ધોકા વડે મૂંઢ ઇજા પહોચાડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ મુદ્દે હળવદ પોલીસે આઈ.પી.સી. કલમ-૩૨૫,૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪મુજબ જી.પી. એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat