Billboard ad 1150*250

હળવદ : ટીકર ગામે તલાટી મંત્રી ગેરહાજર રહેતા હોય જેથી બદલી કરવા માંગ

જીલ્લા પંચાયતના સદસ્યે ટીડીઓને પત્ર લખ્યો

0 392

હળવદ તાલુકાના ટીકર ગામે તલાટી કમ મંત્રી ગેરહાજર રહેતા હોય જેથી તલાટી મંત્રીની અનિયમિતતાથી ગ્રામજનો પરેશાન રહેતા હોય જેથી તલાટી મંત્રીની બદલી કરીને સારા તલાટીને નિમણુક કરવા માંગ કરી છે

મોરબી જીલ્લા પંચાયતના સદસ્ય સરોજબેન પટેલે હળવદ તાલુકા વિકાસ અધિકારીને પત્ર લખી જણાવ્યું છે કે ટીકર ગામે તલાટી કામ મંત્રી સાગર વરસડા આશરે બે વર્ષથી તલાટી તરીકે નિમણુક પામેલ છે છતાં કોઈ જાતની કામગીરી કરતા નથી પંચાયતમાં કોઈ દિવસ આવતા નથી ગ્રામજનોને અવારનવાર દાખલા કઢાવવા કે અન્ય કામ બાબતે સમસ્યાનો સામનો કરવો પડે છે

જે બાબતે અગાઉ લેખિત અને મૌખિક રજૂઆત કરી છે છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી ટીકર ગામમાં ૭૦૦૦ ની વસ્તી છે અને તલાટીને લગતા કામની જરૂર પડે ત્યારે તલાટી મંત્રીને ગોતવા જવા પડે તેવી સ્થિતિ ઉભી થાય છે જેથી તલાટી મંત્રીની બદલી કરીને સારા એવા તલાટીને નિમણુક કરવા લેખિત રજૂઆત કરવામાં આવી છે

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat