



મોટબી ભાજપના યુવા મોરચાના મહામંત્રી તપન દવેએ કેન્દ્રીય મંત્રી મહેન્દ્રભાઈ મુંજપરાને પત્ર લખી કોરોનામાં બંધ થયેલી ટ્રેનોને પુનઃ કાર્યાન્વિત કરવા રજૂઆત કરી હતી.
જેમાં તેમણે જણાવ્યું હતું કે, હળવદ રેલ્વે સ્ટેશન ખાતે કોરોના મહામારી પહેલા હળવદ રેલ્વે સ્ટેશન પર જે ટ્રેનો સ્ટોપ કરતી હતી તે કોરોના મહામારી ના કારણે તે ટ્રેનો ના સ્ટોપેજ રદ કર્યા હતા પરંતુ સરકાર અને દેશના નાગરિકો ના સામુહિક પ્રયાસો થી ભારત કોરોનામુક્ત બનવા તરફ આગળ વધી રહ્યું છે અને ફરી જનજીવન સામાન્ય બની રહ્યું છે ત્યારે કચ્છ એક્સપ્રેસ (નિયમિત) અને ભુજ-પુના (સાપ્તાહિક) પહેલા ની જેમ રાબેતામુજબ હળવદ રેલ્વે સ્ટેશન ખાતે સ્ટોપ કરે છે. પરંતુ ભુજ – દાદર /દાદર -ભુજ (એક્સપ્રેસ ગાડી નંબર ૦૯૧૧૬ અને ૦૯૧૧૫) અને બાંદ્રા-ભુજ અને ભુજ બાંદ્રા ( એ.સી ગાડી નંબર ૦૯૦૦૪ અને ૯૦૦૩) જે કોરોના મહામારી પહેલા આ ટ્રેનોના સ્ટોપેજ હળવદ રેલ્વે સ્ટેશન પર હતા અને અનેક રાહદારીયો આ ટ્રેન થકી સરળતા થી મુસાફરી કરી શકતા હતા ત્યારે અત્યારે આ ટ્રેનો હળવદ રેલ્વે સ્ટેસન ખાતે સ્ટોપેજ ના હોવાથી મુસાફરો પારાવાર મુશ્કેલીયો નો સામનો કરી રહ્યા છે.
તેથી આ ટ્રેનોને પુનઃ કાર્યાન્વિત કરવા ભાજપના યુવા મોરચાના મહામંત્રી તપન દવેએ લેખિતમાં રજુઆત કરી હતી.

