હળવદ : વહેલી સવારે રોડ રસ્તા ઉપર ધુમ્મસની ચાદર છવાઈ

 

હળવદ તાલુકા અને શહેર ના મુખ્ય માર્ગો ઉપર હવે રાત્રી ના સમયે ઠંડી નો અહેસાસ નગર જનો કરી રહ્યા છે. મોડી રાતે કડાકા સાથે ની ઠંડી સાથે ઝાકર અને વહેલી સવારે ગાઢ ધુમ્મસ રોડ ઉપર જોવા મળ્યું હતું આ સાથે હળવદ તાલુકા શહેર માં બોકાસો‌‌ બોલાવતી ઠંડી જોવા મળે છે.હળવદ તાલુકા અને શહેર માં ઠંડી નો લોકો એહશાશ કરી રહ્યા છે. રાત્રી દરમ્યાન શીતલહેર સાથે ઠંડા પવન અને ઝાકર અને વહેલી સવારે મુખ્ય માર્ગો ઉપર ગાઢ ધુમ્મસ ને કારણે રાહદારી ઑ અને વાહન ચાલકો ને ધુમ્મસ ને પગલે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે . વહેલી સવારે હેડલાઇટો ચાલુ રાખી વાહન ચાલવા ફરજ પડે છે. તો વાહન ચાલકો ને અકસ્માત નો પણ ભય સેવાઇ રહ્યો છે. હળવદ પંથક માં આમ તો બેવડું વત્તાવાણ જોવા મળે છે. 12.00 વાગ્યા બાદ ગરમી નો માહોલ હોય છે તો રાત્રીના ઠંડી ને કારણે વાઇરલ બીમારી દર્દીઓ પંથકમાં જોવાં મળે છે.

Comments
Loading...
WhatsApp chat