હળવદ નજીક અકસ્માતમાં એક પોલીસ કર્મી નું મોત એક ને ઇજા

બનાવની સુત્રોમાંથી મળતી વિગત મુજબ મૂળ હળવદ ના હાલ અમદાવાદ પોલીસ માં ફરજ બજાવતા નરેન્દ્રભાઈ હડિયલ અને હળવદ પોલીસ માં ફરજ બજાવતા જેસિંગભાઈ આહીર અલગ અલગ બાઈક પર હળવદ નજીક હાઇવે પરથી પસાર થતા હતા તયારે ડમ્પર ચાલકે બને હડફેટે લેતા નરેન્દ્રભાઈ ગંભીર ઇજા થતાં ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું જયારે જેસિંગભાઈ ને સામન્ય ઇજા થઇ હતી ઘટના બાદ ટોળું એકત્રિત થયું હતું પોલીસ તુરત દોડી આવી ને ડમ્પર ચાલક ને ઝડપી લીધો હતો પણ અકસ્માતમાં પોલીસ કર્મી નું મોત થતા પોલીસ બેડામાં શોક ની લાગણ છવાય હતી

Comments
Loading...
WhatsApp chat