


હળવદ તાલુકાના સામાન્ય બાબતે બોલાચાલી ના બનાવો ચિંતા જનક વધી રહયા છે ત્યારે આવો જ એક બનાવ હળવદ તાલુકાના જુના દેવળિયા ગામે બન્યો હતો દલિત વાસ મા મકાન નુ ચણતર કામ ચાલતુ હતુ તે દરમ્યાન આજ ગામ ના બે શખ્સો એ અહી કેમ ચણતર કામ કરો છો તેમ કહી ને બે શખ્સો એ લોખંડ ના પાઈપ વડે હુમલો કરી ને જાતિ અપમાનિત એટ્રોસીટી ની ફરિયાદ કરી હતી વૃધ્ધ ને સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા
હળવદ તાલુકા ના ગ્રામ્ય વિસ્તારમાં સામાન્ય બાબતે બોલાચાલી ના બનાવો ચિંતા જનક વધી રહયા છે ત્યારે આવો જ એક બનાવ હળવદ તાલુકાના જુના દેવળિયા ગામે બન્યો હતો ગત તારીખ ૨૨/૫/ ના રોજ દેવળિયા ગામે દલિત વાસ મા શેલૈષભાઈ હરિભાઈ સોલંકી એ મકાન નુ ચણતર કામ ચાલતુ હતુ ત્યારે તેમની બાજુ મા રહેતા સબ્બીરભાઈ હારૂનભાઈ મિયાણા .મિયાણા શરીફભાઈ હારૂનભાઈ બંને શખ્શો આવ્યા ને કહેલ અહી કેમ ચણતર કામ કરો તેમ કહી ને ગાળો બોલી ફરિયાદી શેલૈષ ભાઈ ના પિતા ને જાતિ અપમાનિત કરી ને લોખંડ ના પાઈપ વડે હુમલો કરી ને જાન થી મારી નાખવાની ધમકી આપતા વૃધ્ધ ને લોખંડ ના પાઈપ વડે હુમલો કરતા સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા
બનાવની જાણ હળવદ પોલીસે ને થતા ઘટનાસ્થળે હળવદ પોલીસ ના મહિલા પી એસ આઈ એલ બી બગડા બીટ જમાદાર વસંત ભાઈ વધેરા દોડી ને શેલૈષ ભાઈ સોલંકી ની ધોરણ સર ફરિયાદ લઈને બે શખ્સો ને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા આ અંગે વધુ તપાસ મોરબી ના એસ.સી.એસ.ટી. સેલ ના ડી.વાય.એસ.પી. ચલાવી રહ્યા છે

