હળવદ : સતત બીજા દિવસે ખેતરમાંથી અજાણ્યો પદાર્થ મળી આવ્યો, મામલતદાર ટીમ પહોંચી

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        હળવદ તાલુકાના વેગડવાવ ગામ નજીક ગઈકાલે સીમમાં શંકાસ્પદ વસ્તુ ઉડતી હોય અને નીચે પડતા પોલીસ તંત્રમાં દોડધામ મચી હતી તો આજે બીજા દિવસે અજાણ્યા પદાર્થને પગલે મામલતદાર ટીમ પહોંચી હતી જોકે મામલતદાર ટીમે આ મળી આવેલ વસ્તુ હવામાન વિભાગના સર્વે માટેની હોવાનું જણાવતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો

        હળવદ તાલુકાના બુટવડા ગામ ખાતે ખેતરમાં શંકાસ્પદ વસ્તુ પડી હોવાની માહિતી મળતા આજે ફરીથી તંત્ર હરકતમાં આવ્યું હતું ગઈકાલે ખેતરમાં ઉડતો પદાર્થ પડ્યા બાદ આજે ફરીથી આવી સુચના મળતા હળવદ મામલતદાર વી કે સોલંકી સહિતની ટીમ સ્થળ પર પહોંચી હતી જોકે ખેતરમાંથી મળી આવેલ વસ્તુ કોઈ ભયજનક કે વિસ્ફોટક પદાર્થ ના હોય અને ફુગ્ગા જેવી ચીજના બોક્સ પર સુચના પણ ઇંગ્લીશમાં લખેલી જોવા મળે છે જેમાં જનાવ્ય્હું છે કે આ કોઈ વિસ્ફોટક પદાર્થ નથી અને આ માત્ર અપર એટમોસફીયર ઓબ્ઝર્વેશન માટે છે જે ભારત સરકારના ઇન્ડિયા મેટેરોલોગીક્લ ડીપાર્ટમેન્ટ દ્વારા સર્વે માટેની કામગીરીમાં ઉપયોગમાં લેવાય છે અને આ સુચના અને ચીજ અંગે મામલતદારે ગ્રામજનોને સમજ આપતા મામલો થાળે પડ્યો હતો અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો

Comments
Loading...
WhatsApp chat