હળવદ : દુષ્કર્મ કેસમાં બે આરોપી ઝડપાયા, જાણો કોણે કરી ન્યાયિક તપાસની માંગ

 

                હળવદ માં ગોરી દરવાજા વિસ્તારમાં ૧૪ વર્ષની સગીરા પર સામુહિક દુષ્કર્મ આચરવાનો બનાવ બન્યો હતો ત્યારે હળવદ પોલીસે સગીરવયની યુવતીની માતાની ફરિયાદ લઈ ત્રણ શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી પરંતુ આ સામુહિક દુષ્કર્મમાં અન્ય આરોપીને પકડવા મામલે હળવદ ક્ષત્રિય ઠાકોર સમાજ અને ગુજરાતના કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ હળવદ મામલતદાર અને પોલીસને આવેદનપત્ર આપી ન્યાયક તપાસ કરીને આગામી ૨૪ કલાકમાં અન્ય આરોપીઓને પકડવામાં નહી આવે તો ગુજરાત ભરના ક્ષત્રિય સમાજ નેશનલ હાઈવે પર ચક્કાજામ કરી ઉગ્ર આંદોલનની ચીમકી આપતા દોડધામ મચી જવા પામી હતી.

 

             હળવદ ના ગોરી દરવાજા વિસ્તારમાં રહેતી સગીરવયની યુવતી પર સામુહિક એક રિક્ષાચાલક સહીત ત્રણ શખ્સોએ છરીની અણીએ બળજબરીપૂર્વક હળવદ હરીદર્શન હોટલની પાછળ કેનાલ પાસે સામુહિક દુષ્કર્મ આચરતા હળવદ પંથકમાં ચકચાર મચી જવા પામી હતી ત્યારે સગીરાની માતાએ હળવદ પોલીસમાં સંજયભાઈ રાઘુભાઈ  કોળી , રવિભાઈ જગદીશભાઈ મોરી એક અજાણ્યો રિક્ષાચાલક સામે હળવદ પોલીસમાં ફરિયાદ કરતા હળવદ પી.આઈ. એમ.આર. સોલંકીએ સંજયભાઈ કોળી , રવિભાઈ મોરીને દબોચી લીધા હતા

        ત્યારે આ દુષ્કર્મમાં અન્ય આરોપી હોવાના અને અન્ય આરોપી પકડવાના મામલે હળવદ ક્ષત્રિય ઠાકોર સમાજ અને ગુજરાતના અને હળવદ ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા બાયડ  ધારાસભ્ય ધવલસિંહઠાકોર  બહુચરાજીના ધારાસભ્ય ભરતસિંહ  ઠાકોર સહીત ૪૦૦ જેટલા ઠાકોર સમાજના આગેવાનો તેમજ યુવાનો સહીતનાએ મામલતદાર અને પોલીસને આવેદનપત્ર આપીને  આ દુષ્કર્મની ઘટનાને શખ્દ શબ્દોમાં વખોડી કાઢીને રોષ વ્યક્ત કર્યો હતો

       આવેદનમાં જણાવ્યા પ્રમાણે કે આ દુષ્કર્મની ઘટનામાં અમારી સમાજની યુવતી સામે બનેલી ઘટનામાં પોલીસ દ્વારા ૨૪ કલાકમાં અન્ય આરોપીઓને પકડવામાં નહી આવે તો અને ન્યાયક તપાસ હાથ ધરવામાં નહી આવે તો ગુજરાત ભરના ક્ષત્રિય ઠાકોર સમાજ દ્રારા ગુજરાત ના નેશનલ હાઈવે ચક્કાજામ કરી ઉગ્ર આંદોલન કરી દેખાવ કરવામાં આવશે આમ ક્ષત્રિય સમાજ દ્વારા  ચીમકી આવતા પોલીસ તંત્રમાં  દોડધામ મચી જવા પામી હતી.

 

Comments
Loading...
WhatsApp chat