


હળવદ તાલુકા ના સુંદર ગઢ ગામે દેશી દારૂ ની રેઈડ કરવા હળવદ પોલીસ ગયેલ ત્યારે ગામના શખ્સો એ હળવદ પોલીસને કહેલ કે અમારા ગામમા દારૂના ખોટા કેસ કેમ કરો છો તેમ કહી ને પોલિસ અને ત્રણ શખ્સો વચ્ચે બોલાચાલી થતાં ત્રણ શખ્સો એ હળવદ પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરીને ઈજા કરીને નાસતા ફરતા હતા ત્યારે સોમવારે ત્રણ શખ્સોઓ હળવદ પોલીસમથકે હાજર થયા હતા
હળવદ તાલુકા ના સુંદર ગઢ ગામે દેશી દારૂ ની રેઈડ કરવા ગત તારીખ ૩૦/૪ ના રોજ હળવદ પોલીસ સુંદરગઢ ગામની સીમમા નંદીના પટમા ગયેલ ત્યારે નદીની બાજુ મા આવેલ વાડી માલિક રાયધનભાઈ છગનભાઈ કોળી અને હળવદ પોલીસ ના કોન્ટેબલ ભાવેશભાઈ મિયાત્રા વચ્ચે બોલાચાલી થતાં તમે અમારા ગામ મા દારૂ ના ખોટા કેસ કેમ કરો તે બાબતે ઉગ્ર બોલાચાલી થતાં જોત જોતામાં ઝગડો ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા રાયધનભાઈ છગનભાઈ કોળી અને તેનો પુત્ર સંજય ભાઈ કોળી .બીજો પુત્ર સાગરભાઈ કોળી.અને એક અજાણ્યો શખ્સ સહીત ચાર શખ્સો પોલિસ ભાવેશભાઈ મિયાત્રા પર લાકડા નો ધોકા વડે હુમલો કરી ને હાથ મા ફ્રેકચર કરતા ચકચાર મચી જવા પામી હતી
ત્યારે હળવદ પોલીસ એ ચાર શખ્સો સામે પોલીસ પર હુમલો કરનાર ચાર શખ્સો સામે ફરજ મા રૂકાવટ ની ફરિયાદ કરી હતી ત્યારે ત્રણ શખ્સો એ કોટેમા આગોતરા જામીનની અરજી કરેલ હતી પરંતુ કોટેએ આગોતરા જામીન અરજીના મજુર કરતા ત્રણ શખ્સો એ હળવદ પોલીસમાં હાજર થયા હતા ત્યારે આ અંગેની વધુ તપાસ હળવદ પોલીસના પી આઈ એમ આર સોલંકી ચલાવી રહ્યાં છે

