



ચાલુ વર્ષે હળવદ પંથકમાં નહીવત વરસાદ થયો છે જેથી પશુઓ માટે ઘાસચારાની અછતને પગલે માલધારી સમાજ લડત ચલાવી રહ્યું છે જોકે માલધારીઓ ઘણા સમયથી પરેશાન હોય અને તંત્ર સામે લડત ચલાવ્યા બાદ હવે રહી રહીને કોંગ્રેસ જાગી હોય જેથી માલધારી સમાજ નારાજ જોવા મળ્યો હતો.
હળવદ પંથકમાં ઘાસચારાની અછતને કારણે માલધારીઓએ તંત્રને રજૂઆત શરુ કર્યા બાદ આંદોલન ઉગ્ર બન્યું હતું અને માલઢોર સાથે મામલતદાર કચેરીએ ઘેરાવ કરવા સહિતના આંદોલન કરવામાં આવ્યા હતા જોકે લડત ચલાવી રહેલા માલધારી સમાજને કોંગ્રેસના આગેવાનોએ ટેકો આપ્યો ના હતો કે પછી માલધારીઓની ચિંતા કરવામાં આવી ના હતી
પરંતુ આજે અચાનક કોંગ્રેસને માલધારીઓની ચિંતા થઇ હોય તેમ હળવદ કોંગ્રેસ પ્રમુખ સહિતના આગેવાનોએ તંત્રને આવેદન પાઠવ્યું હતું જેથી માલધારી સમાજમાં રોષ વ્યાપી ગયો છે અને અત્યાર સુધી કોંગ્રેસ ક્યાં હતી તેવા વેધક સવાલો કરવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે ચોમાસું ખેંચાતા માલધારીઓ પરેશાન થયા છે અને લડત ચલાવે છે પરંતુ કોઈ નેતા તેમની પાસે આવ્યા ના હતા અને આજે અચાનક આવેદન આપતા માલધારી સમાજ નારાજ થયો છે



