Billboard ad 1150*250 Billboard ad 1150*250

હળવદ : જૂથ અથડામણની ઘટનાના વિરોધમાં સતત બીજા દિવસે બજારો બંધ !

જીવનજરૂરી ચીજવસ્તુઓ પ્રભાવિત નહિ, શાંતિ સમિતિની બેઠક યોજાશે

 

હળવદમાં જૂથ અથડામણ બાદ પરિસ્થિતિ તંગ બની હતી અને ગુરુવારે હળવદની બજારો સજ્જડ બંધ રહ્યા બાદ આજે શુક્રવારે પણ બજારો સવારથી બંધ જોવા મળી હતી તો પરિસ્થિતિનો તાગ મેળવવા માટે પોલીસની ટીમોએ ફ્લેગ માર્ચ પણ કર્યું હતું

હળવદમાં બજરંગદળના સંયોજક સહિતના પર થયેલા હિચકારા હુમલાના વિરોધમાં હિંદુ સંગઠનોએ આપેલા બંધના એલાનમાં વેપારીઓ જોડાયા હતા અને ગુરુવારે બજારો સજ્જડ બંધ રહી હતી તો શુક્રવારે પણ બજાર બંધ જોવા મળી હતી જોકે જીવન જરૂરી સેવાઓ ઉપરાંત માર્કેટિંગ યાર્ડ અને શાળા-કોલેજ ચાલુ રહી હતી તંગદીલીભરી સ્થિતિમાં પોલીસની ટીમોએ ગત સાંજના, રાત્રીના સમયે ઉપરાંત આજે સવારે ફ્લેગ માર્ચ યોજી હતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય રહે તેવા હેતુથી પોલીસના ચુસ્ત બંદોબસ્ત ઉપરાંત ફ્લેગ માર્ચ યોજવામાં આવી રહી છે

 

હળવદમાં જીલ્લા એસપી ડો કરનરાજ વાઘેલા અને ડીવાયએસપી બન્નો જોષીની હાજરી ઉપરાંત રેંજ આઈજી આજે ફરીથી હળવદ પહોંચશે અને શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવશે

 

 

Comments
Loading...
WhatsApp chat