

હળવદના સુંદરગઢ ગામે જુગારની બાતમી મળતા એલસીબી ટીમ ત્રાટકી હતી જેમાં જુગાર રમતા ૧૪ શખ્શો પૈકી માત્ર બે જ પોલીસને હાથે ઝડપાયા હતા જયારે ૧૨ ઈસમો નાસી જવામાં સફળ રહ્યા હતા
મોરબી એલીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન હળવદના સુંદરગઢ ગામે જાહેર મેળામાં પાટલાનો જુગાર રમાતો હોવાની બાતમીને આધારે દરોડો કરતા જુગાર રમી રહેલા સોંડાભાઈ વશરામભાઈ સાપરા અને મહેન્દ્ર ધનાભાઈ જાદવ એ બે આરોપીને ઝડપી લઈને ગંજીપાનાં તેમજ પાટલાનું સાહિત્ય ઉપરાંત ૧૫,૧૧૦ રોકડ અને બે મોબાઈલ કીમત ૨૫૦૦ સહીત ૧૭,૬૧૦ નો મુદામાલ જપ્ત કર્યો છે જયારે ૧૨ આરોપી નાસી ગયા હોય કુલ ૧૪ ઈસમો સામે હળવદ પોલીસમાં ગુન્હો નોંધાવ્યો છે