હળવદ : તંત્રએ સીઝ કરેલ રેતીની મિયાણીમાં હરાજી, સરકારને 29 લાખની આવક

 

હળવદ પંથકમાં બેફામ ખનીજચોરી થતી હોય જેમાં તંત્ર દ્વારા ઝડપી લીધેલા રેતીના જથ્થાની આજે હરાજી મિયાણી ખાતે યોજવામાં આવી હતી જેમાં તંત્રને 42.304 ટન ખનીજની હરાજીમાં 29 લાખની આવક થવા પામી છે

હળવદ પંથકમાં ખનીજચોરી રોકવા ખાણ ખનીજ વિભાગની ટિમ તેમજ પોલીસ દ્વારા વિવિધ સ્થળોએ પેટ્રોલિંગ અને દરોડા કાર્યવાહી દરમિયાન રેતીનો જથ્થો ઝડપ્યો હોય અને કુલ 42,304 ટન રેતીનો એકત્ર થયેલા જથ્થાની આજે હરાજી કરવામાં આવી હતી

હળવદના મિયાણી ગ્રામ પંચાયત કચેરીએ યોજાયેલ હરાજીમાં ખાણ ખનીજ અધિકારી યુ કે સિંધ, હળવદ મામલતદાર તેમજ પોલીસ અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં હરાજી કરવામાં આવી હતી અને સરકારી ખજાનામાં 29 લાખની આવક થવા પામી હોવાની માહિતી ખાણ ખનીજ વિભાગ પાસેથી પ્રાપ્ત થઇ છે

 

Comments
Loading...
WhatsApp chat