


“યે સર કટ જાયે તો કોઈ ગીલા નહિ મગર યે સર દુશ્મનો કે સામને ઝૂકના નહિ ચાહિયે” આવા બુલંદ હોંશલા સાથે સરહદ પર દેશના બહાદુર જવાનો તૈનાત હોય છે જે દેશવાસીઓના રક્ષણ માટે દિવસરાત કે તડકો-ટાઢ જોયા વિના સતત પહેરો ભરે છે આવા જ હળવદના એક ફોજી યુવાન રજાઓમાં ઘરે આવ્યા હોય પરંતુ ફરીથી તેઓ સરહદ પર દેશના સીમાડાનું રક્ષણ કરવા જઈ શક્યા ના હતા કારણકે રજાઓમાં ઘરે આવેલા ફોજી યુવાનને અકસ્માત નડ્યો હતો જે અકસ્માતમાં તેમણે જીવ ગુમાવ્યો છે.
હળવદ તાલુકા ના સાપકડા ગામના યુવાન કિશોરભાઈ પ્રાગજીભાઈ કંજારીયા જે આર્મીમાં ફરજ બજાવતા હોય અને દેશની સુરક્ષામાં રોકાયેલા યુવાન તાજેતરમાં રજાઓમાં ઘરે આવ્યા હોય અને રજાના દિવસોમાં તેઓ બાઈક પર બહાર જવા નીકળ્યા હોય ત્યારે તેનું બાઈક સ્લીપ થતા તેણે ગંભીર ઈજા પહોંચી હતી અને અકસ્માત જીવલેણ સાબિત થયો હતો જેમાં સૈનિકને જીવ ગુમાવવો પડ્યો હતો
મોરબી પંથક અને જીલ્લામાં અકસ્માતોની વણઝાર જોવા મળે છે જેમાં નિર્દોષ નાગરિકો જીવ ગુમાવી રહ્યા છે ખરાબ તૂટેલા રસ્તા, ટ્રાફિક સેન્સનો અભાવ સહિતના અનેક પરિબળોએ વાહન અકસ્માતોની સંખ્યામાં વધારો કર્યો છે તો આવા વાહન અકસ્માતમાં દેશે એક સિપાહી ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે તંત્ર અકસ્માતો રોકવા નક્કર પગલા ભરે તેવી માંગ પણ કરી રહ્યા છે.

