હળવદ : આઈપીએલ સાથે ક્રિકેટ સટ્ટાની મોસમ પુરબહારમાં, છ ઝડપાયા

હળવદ પોલીસે રોકડ, મોબાઈલ, એલઈડી ટીવી સહિત ૬૩,૩ર૦નો મુદ્‌ામાલ કબ્જે કર્યો

ગઈકાલે મોડી સાંજે હળવદ પોલીસ દ્વારા શહેરમાં આવેલ મોરબી ચોકડી પાસેની બજરંગ કોર્પોરેશન નામની દુકાનમાં આઈપીએલ પર સટ્ટો રમતા છ સટોડીયાઓને રૂ.૬૩,૩ર૦ના મુદ્‌ામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આઈપીએલ શરૂ થતાની સાથે જ સટ્ટોડીયાઓ પણ કમાવા માટે મેદાને આવ્યા છે અને દરોજ લાખો – કરોડો રૂપિયાની હાર-જીત કરતા હોય છે. ત્યારે આવા સટ્ટોડીયાઓ પર હળવદ પોલીસ બાઝ નજર રાખી દરોડાઓ પાડી રહી છે તેવામાં બનાવની જાણવા મળવા વિગતો મુજબ ગઈકાલે મોડી સાંજના હળવદ પી.આઈ. એમ.આર.સોલંકીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. જે.કે. મુડીયા, યોગેસદાન ગઠવી, બીપીનભાઈ, વનરાજસિહ બાબરીયા ગંભીરસિહ ,સહિતના પેટ્રોલીંગમાં હતા તે અરસામાં મળેલ બાતમીના આધારે શહેરના મોરબી ચોકડી નજીક આવેલ બજરંગ કોર્પોરેશન નામની દુકાનમાં દરોડા પાડતા ક્રિકેટની મેચ સટો રમી રહેલા છ સટોડીયાઓને રંગે હાથે ઝડપી લીધા હતા.

ઝડપાયેલા આરોપી પંકજભાઈ ચમનભાઈ ગોઠી, આસીષભાઈ ભગવાનભાઈ પરમાર, રમેશભાઈ લખમણભાઈ ચાવડા, હસમુખભાઈ ભીમજીભાઈ દલવાડી, અશોક ભગવાનભાઈ દલવાડી, વિરૂ વૈષ્ણવભાઈ સહિત છ શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસ દ્વારા ઘટનાસ્થળેથી આઠ નંગ મોબાઈલ, ટીવી – સેટપબોક્ષ તથા કેબલ, રીમોર્ટ, કેલ્યુલેટર તેમજ ૧૪,૭ર૦ રોકડ મળી કુલ રૂ. ૬૩,૩ર૦નો મુદ્‌ામાલ કબજે લઈ આરોપીઓને પોલીસ મથકે લાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Comments
Loading...
WhatsApp chat