હળવદ રોટેરિયન રાજેન્દ્રસિંહ રાણાનો આજે જન્મદિવસ

રાજેન્દ્રસિંહ રાણા મૂળ લખતરના વણા ગામના વાતની છે અને હાલ હળવદમાં રહીને હળવદ તાલુકામાં લોકઉપયોગી અને સામાજિક સેવાને લગતું નિસ્વાર્થ અને અવિરત સેવા કાર્ય કરતી અગ્રેસર સંસ્થા રોટરી કલબ હળવદમાં જેમનું આગવું સ્થાન છે  એવા તેમજ હળવદ જેવા નાના શહેરમાં મોટું અને મહત્વનું છેલ્લા 3 વર્ષથી સતત અને અવિરત કામ કરનાર રાજેન્દ્રસિંહ રાણા કે જેઓ તન મન ધનથી સતત જરૂરતમંદ લોકોને મદદરૂપ બની રહે છે.

 

રાજેન્દ્રસિંહ રાણા પોતે નિસ્વાર્થ ભાવે રોટરી કલબ સાથે જોડાઈને સામાજીક સેવાકાર્યમાં અવિરત કામ કરી રહ્યાં છે. તેમના કામો અને આવડતની કદર કરી ને રાજપૂતોની વિશ્વની સૌથી મોટી સંસ્થા એવી અખીલ ગુજરાત રાજપૂત યુવા સંઘ માં હળવદ તાલુકાના પ્રમુખ તરીકેની વરણી કરવામાં આવી.

 

રાજેન્દ્રસિંહ રાણાના જન્મદિવસ નિમિતે મિત્રવર્ગ, પરિવારજનો, સ્નેહીજનો તેમના પર શુભેચ્છાની વરસાદ વરસાવી રહ્યા છે.તો મોરબી ન્યુઝ પરિવાર તરફથી રાજેન્દ્રસિંહ રાણાને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…….

Comments
Loading...
WhatsApp chat