હળવદના પત્રકાર મયુરભાઈ રાવલનો આજે જન્મદિવસ

શ્રી શરણેશ્વર મહાદેવના અનન્ય ભક્ત, સેવાભાવી, હળવદ ભૂદેવો ના વ્હાલા, ક્રિકેટર અને પરોપકારી એવા પરમમિત્ર મયુર ભાઈ રાવલ.(પ્રેસ રીપોટર) ના જન્મ દિવસ ની ખુબ ખુબ શુભકામનાઓ. તંદુરસ્ત આયુષ્ય ઈશ્વર આપને આપે. જીવનમાં પ્રગતિની વણઝાર વણથંભી રહે. જીવનમાં સદાયે મંગલ વિચારોનું સર્જન કરો. સાથે સાથે જીવનની પ્રત્યેક ક્ષણ નવો અનુભવ, નવું શિક્ષણ તેમજ નવા વિચારો મેળવો એવી પ્રભુ પાસે પ્રાર્થના…. આવનારા વર્ષો શારિરિક, માનસિક, આર્થિક અને નિરામય નિર્વિજ્ઞે પસાર થાય એવી સર્જનહાર શ્રી શરણેશ્વર દાદા ને પ્રાર્થના. પોતાની કલમ વડે પ્રજાની પીડાને વાચા આપીને પત્રકારત્વને સતત દીપાવી રહ્યા છે. પોતાના માધ્યમ થકી અનેક લોકોની સમસ્યાનું સુખદ સમાધાન કરવામાં નિમિત બનનાર મયુરભાઈ રાવલને આજે તેમના જન્મદિવસ પ્રસંગે તેમના મિત્રો-પરિવાર, પત્રકાર મિત્રો તેમજ મોરબી ન્યુઝની ટીમ જન્મદિવસની શુભકામનાઓ પાઠવે છે. તેમના મોબાઈલ નં ૯૯૦૯૪ ૫૮૫૫૫ પર અભિનંદનનો ધોધ વરસી રહ્યો છે.

Comments
Loading...
WhatsApp chat