હળવદ : ત્રણ મોબાઈલ દુકાનના સંચાલકો સામે કોપીરાઈટ એક્ટ ભંગની કાર્યવાહી

હળવદ વિસ્તારમાં આવેલી મોબાઈલ દુકાનોમાં વિવિધ કંપનીના ગીતો કોઈ પરવાના વિના ડાઉનલોડ કરી કોપીરાઈટ એક્ટનો ભંગ કરવામાં આવતો હોય જે અંગે ખાનગી કંપનીના એક્ઝીક્યુટીવની ફરિયાદને પગલે હળવદ પોલીસે ત્રણ સામે ગુન્હો નોંધી ધોરણસરની તપાસ ચલાવી છે.

સુપર કેસેટ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઈવેટ લીમીટેડ કંપનીના એક્ઝુક્યુંટીવ મેહુલસિંહ બનાભાઇ ભાટિયાએ હળવદ પંથકમાં કંપનીના હકોવાળી ફિલ્મો અને ફિલ્મી ગીતો તેમજ ભજનનું બિન અધિકૃત રીતે લાયસન્સ કે પરવાનગી વગર મેમરી સ્ટોરેજ ઉપકરણોm ડાઉનલોડીંગ કરી વેપાર કરતા ઈસમો સામે કાર્યવાહી કરવા સંદર્ભે કરેલી ફરિયાદને પગલે હળવદ પોલીસના વનરાજસિંહ રાઠોડ, ગંભીરસિંહ વાઘજીભાઈ તેમજ મેહુલસિંહ ભાટિયા અને જયવીરસિંહ સોલંકી સહિતનાઓને સાથે રાખીને હળવદમાં આવેલી શ્રી રામ ભક્ત ઇલેક્ટ્રોનીક્સ, આદર્શ મોબાઈલ શોપ અને શ્રી હરી મોબાઈલ એ ત્રણ દુકાનોમાં કરેલ ચેકિંગમાં ગીતો ડાઉનલોડ કરી આપવાનું કામ કરતા હોય જે દુકાનોમાંથી મોબાઈલ સીપીયુ, કાર્ડ રીડર અને મેમરી કાર્ડ સહિતનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો

તે ઉપરાંત આ મોબાઈલ દુકાનના સંચાલકોમાં કિશોરભાઈ ભગવાનજી પટેલ, કેશવજી પરમાર અને કિશોર હરજીવન ચાવડા એ કંપનીના હક્કોવાળી ફિલ્મો અને ગીતોનું બિન અધિકૃત રીતે ટી સીરીઝ કંપનીના પરવાના વિના ડાઉનલોડીંગ કરી વેપાર કરતા હોય જેની વિરુદ્ધમાં કોપીરાઈટ એક્ટ મુજબ કાર્યવાહી કરી ગુન્હો નોંધવામાં આવ્યો છે અને ૩૫,૬૬૦ નો મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat