Billboard ad 1150*250

હળવદ : વરીયાળીના ભાવ ૧૩૦૦ થી ઘટી સીધા ૯૦૦, ખેડૂતોનો ચક્કાજામ- Video

0 220
Post ad 1

ખેડૂતોનો રોષ ભભૂકી ઉઠ્યો

        મોડલ સ્ટેટ ગુજરાતમાં ખેડૂતોની કેવી દયનીય સ્થિતિ છે તેના અનેક ઉદાહરણો જોવા મળતા હોય છે પાક્વીમાં સહિતના મુદે ખેડૂતો અવારનવાર રોડ પર ઉતરી આવતા હોય છે તેમજ કૃષિ જણસના ભાવો ના મળતા જગતનો તાત દુખી બન્યો છે આજે હળવદ યાર્ડમાં વરીયાળીના ભાવો અચાનક ઘટી જતા ખેડૂતોએ ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો

Post ad 3

        હળવદ માર્કેટિંગ યાર્ડમાં હાલ વરીયાળીની ખરીદી કરવામાં આવી રહી છે જેમાં ગત સપ્તાહના અંતે ૧૩૦૦ રૂ ખરીદીનો ભાવ હતો જોકે આજે સવારે માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતો વરીયાળી લઈને પહોંચ્યા ત્યારે ભાવ ૧૩૦૦ ને બદલે ૯૦૦ રૂ જ હોવાનું માલૂમ પડતા ખેડૂત મુશ્કેલીમાં મુકાયો હતો અને કૃષિ જણસનો પૂરો ભાવ ના મળે તો ખેડૂત દેવાદાર બની જાય જેથી ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો હતો હળવદ હાઈવે પર આવેલા માર્કેટિંગ યાર્ડ નજીક ખેડૂતોએ વાહનો રોકી ચક્કાજામ કર્યો હતો અને વિરોધ નોંધાવ્યો હતો  

Post ad 2
Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat