હળવદ પોલીસે વાડીમાં જુગાર રમતા નવને ઝડપ્યા, ૧.૧૮ લાખ રોકડ જપ્ત

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

           હળવદ તાલુકાના રાણેપર ગામના સીમ વિસ્તારમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડતાં ૯ પતાપ્રેમીઓને ઝડપી લઈને રૂપિયા ૧.૧૮ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો છે 

મોરબી જિલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલાની સૂચનાથી હળવદ પી.આઈ એમ.આર સોલંકીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ પી.જી પનારા,મુમાભાઈ કલોત્રા, યોગેશદાન ગઢવી,બીપીનભાઈ પરમાર,ગંભીરસિંહ ચૌહાણ, કમલેશભાઈ,બિપિનભાઈ પરમાર,  મનહરભાઈ પ્રજાપતિ અને દેવેન્દ્રસિંહ ઝાલા સહિતના સ્ટાફ પેટ્રોલીગીમાં હતો

ત્યારે ખાનગી રહે બાતમી મળી હતી કે હળવદના રાણેકપર ગામની સીમ વિસ્તારમાં આવેલ જીગ્નેશભાઈ ઉર્ફે ચિરાગ પટેલની વાડીમા જુગાર રમાઈ રહ્યો હોય જે બાતમીને આધારે પોલીસે દરોડો કરીને વાડી માલિક જીગ્નેશભાઈ ઉર્ફે ચિરાગ કરમશીભાઈ પટેલ ,ચંદુભાઈ વિઠ્ઠલ ભાઈ સોલંકી ,પિયુષભાઈ વાસુદેવભાઈ પટેલ  ,મનોજભાઈ જીવાભાઈ પટેલ ,મહેશભાઈ રણછોડભાઈ પટેલ ,ઈશ્વરભાઈ પરસોતમભાઈ દલવાડી ,સંજયભાઈ ખીમજીભાઈ ચાવડા , કૌશિકભાઈ પ્રવીણભાઈ ગોસ્વામી અને ગૌતમ ભગવાનજી પટેલ સહિતના પોણો ડઝન પતાપ્રેમીઓને રૂપિયા ૧.૧૬.૭૦૦ ની રોકડ ૩ મોબાઇલ  કિંમત રૂપિયા ૧૫૦૦ આમ કુલ મળી રૂપિયા ૧.૧૮ લાખથી વધુનો મુદ્દામાલ  કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવમાં આવી હતી

Comments
Loading...
WhatsApp chat