Billboard ad 1150*250 Billboard ad 1150*250

હળવદ : બે સ્થળે જુગાર દરોડામાં પોલીસે ૧૦ પત્તાપ્રેમીઓને ઝડપ્યા

 

મોરબી જીલ્લામાં શ્રાવણીયા જુગારના ધમધમાટ વચ્ચે હળવદ પોલીસે બે સ્થળે જુગાર દરોડા કરીને જુગાર રમી રહેલા ૧૦ જુગારીઓને ઝડપી લઈને રોકડ તેમજ મોબાઈલ સહિતનો મુદામાલ જપ્ત કર્યો છે

 

હળવદના જુના દેવળિયા ગામે જુગાર અંગે બાતમી મળતા પોલીસે દરોડો કર્યો હતો જેમાં જાહેરમાં જુગાર રમી રહેલા પ્રકાશ રૂગનાથ ભોરણીયા, જગદીશ ઉર્ફે રાજુભાઈ રૂગનાથભાઈ ભોરણીયા, હસમુખ કેશવજી ભોરણીયા, હરેશ ઠાકરશી ભોરણીયા, નીલેશ મગન ભોરણીયા અને જીતેન્દ્ર માવજી રાજપૂત એમ છને ઝડપી લઈને ૨૭,૩૦૦ ની રોકડ જપ્ત કરી છે

 

જયારે હળવદના કડીયાણા ગામે પોલીસે દરોડો કરીને જાહેરમાં જુગાર રમતા કાન્તિલાલ ગોરધન કૈલા, જીવરાજ પ્રેમજી માકાસણા, કાન્તીભાઈ પ્રભુભાઈ માકાસણા અને મનસુખ ભગવાનજી સીણોજીયા એમ ચારને ઝડપી લઈને રોકડ ૧૩૦૫૦ તેમજ ત્રણ મોટરસાયકલ કીમત ૩૦૦૦૦ મળીને કુલ ૪૩૦૫૦ નો મુદામાલ જપ્ત કર્યો છે

Comments
Loading...
WhatsApp chat