Billboard ad 1150*250

હળવદ : પોલીસ પરિવાર આયોજિત નવરાત્રીમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ધુમ્યા

0 43
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

નવરાત્રિની રંગત જામી જિલ્લા પોલીસવડા, પીઆઈ, પીએસઆઇ સહિતના અધિકારીઓ ગરબે ઘૂમ્યા

હળવદ શહેરમાં યોજાતા ગરબા મહોત્સવમાં નવરાત્રિના અંતિમ દિવસે હળવદ પોલીસ પરિવાર દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં રાસ ગરબા ની રંગત જામી હતી માં જગદંબાની આરાધનાના પર્વ એવા નવરાત્રીના અંતિમ રાત્રે શહેરની પોલીસ પરિવાર આયોજિત નવરાત્રી મહોત્સવમાં પોલીસ લાઈન ખાતે ખેલૈયાની ભારે ભીડ જોવા મળી હતી ખેલૈયો મનમૂકીને નાચી ઉઠયા હતા હળવદ પોલીસ લાઈન ખાતે જિલ્લા પોલીસ વડા ડો, કર્ણરાજ વાઘેલા ના માર્ગદર્શન નીચે હળવદ પી.આઈ એમ આર સોલંકી તથા ઇન્ચાર્જ પીઆઇ પી, જી, પનારા તથા પીએસઆઇ જે, બી,ધનેશા ના માર્ગદર્શન નીચે ભવ્યાતિભવ્ય નવરાત્રી મહોત્સવનો આયોજન કરાયુ હતુ,

Post ad 2

જેમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ મન મૂકીને નાચી ઉઠ્યા હતા આ પ્રસંગે મોરબી જીલ્લા પોલીસ વડા ડો, કર્ણરાજ વાઘેલા પીઆઇ એમ, આર, સોલંકી ઈન, ચાજૅ પી.આઈ પી,જી પનારા પીએસઆઇ જે.બી ધનેશા પી આઈ,એમ, કોઢીયા, સહીતના મોરબી જિલ્લાના અને પોલીસ અધિકારીઓ કર્મચારીઓ પણ રાસ ગરબા ઘુમતા જોવા મળ્યા હતા, હળવદ પોલીસ દ્વારા નવરાત્રિ મહોત્સવમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા,પોલીસ પરિવાર સહિત શહેરના નાગરિકો ગરબે જૂમી ઉઠયા હતા

નવ દિવસ દરમિયાન ખ્યાતનામ કલાકાર જેમંત દવે અને હાસ્ય સમ્રાટ હકાભા ગઢવી ખેલૈયાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે હળવદ પીઆઇ એમ, આર, સોલંકી તથા સ્ટાફ ભારે જહેમત ઉઠાવી હતી અને શાંતિપૂર્ણ રીતે નવરાત્રી પર્વ સંપન્ન થયું હતું અને પોલીસ પરિવારે ચાર ચાંદ લગાવી દીધા હતા, હળવદના ઇતિહાસમાં સૌપ્રથમવાર સૌથીમોટુ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાયું હતું,મોટી સંખ્યામાં ખેલૈયાઓ ઝુમી ઉઠ્યા હતા,

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat