


હળવદ તાલુકામાં ભરઉનાળે પાણીની તંગી જોવ મળી છે,લોકો પાણી માટે પોકાર લગાવી રહય છે.ત્યારે હળવદ પાલિકા દ્વારા મોટી ડંફાસો મારી પાણીના નળ કનેક્શન કાપી નાખવાની ચીમકી આપી રહી છે.તેમજ થોડા દિવસ પહેલા હળવદ પાલિકાની અણઆવડતના કારણે ટીકર રોડ પર પાણીની લાઈન લીકેજ થતા લાખો ગેલન પાણીની બગાડ થયો હતો.જીની રહી સહી હજુ સુકાની નથી ત્યાં સ્ટેશન રોડ પર પાણીની લાઈન લીકેજ તથા રોડ પર પાણીની નદી વહિ૯ હતી.જે સમસ્યા દુર કરવા ખાડો ખોદતા ટેલીફોનની લાઈન તૂટી ગય હોવાથી અનેક ટેલીફોન મૂંગા થય ગયા હતા.આમ પાલિકાના કારણે ધકધકતા તાપમાં લોકોને પાણી માટે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.સ્ટેશન રોડ પર વચ્ચવચ ખાડો ખોદતા શહેરીજનોને ભારે મુશ્કેલીનો સામનો પડી રહ્યો છે.

