Billboard ad 1150*250

હળવદ : સરદાર પટેલ વિધાલયમાં નવરાત્રી ગરબા મહોત્સવ યોજાયો

0 91
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        નવરાત્રીનું પર્વ એટલે જગદંબા ની ત્રિવિધ શક્તિની ઉપાસનાના દિવસો અસત્ય પર સત્યનો વિજય એટલે માં જગદંબાનું પર્વ નવરાત્રીના તહેવારોની ઉજવણી વિદ્યાર્થીઓમાં ધાર્મિક તેમજ આધ્યાત્મિક ભાવના કેળવાય હિંદુ સંસ્કૃતિના તહેવારનો ભાવાર્થ સમજાય તેમજ સુષુપ્ત કળાને બિરદાવવા સરદાર પટેલ વિધાલય દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું

Post ad 2

        વિદ્યાર્થીઓ દ્વારા અવનવા સ્ટેપ્સ શીખીને બેસ્ટ ખેલૈયા સ્પર્દેહામાં પ્રાથમિક વિભાગમાં પટેલ સૃષ્ટિ પ્રથમ નંબર મેળવ્યો હતો ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં માવાણી હેત્વી પ્રથમ નંબર મેળવ્યો હતો અને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં પટેલ ક્રીશા પ્રથમ નંબર મેળવ્યો હતો બચપણ વિભાગમાં પટેલ લક્ષ પ્રથમ નંબર, અંગ્રેજી માધ્યમ પ્રાથમિક વિભાગમાં રંગાળીયા ભક્તિ પ્રથમ નંબર મેળવ્યો હતો

        તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા શાળાના મેનેજીંગ ટ્રસ્ટી રોહિતભાઈ મેઢા તેમજ શાળાના સ્ટાફ ગણ દ્વારા ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું નવરાત્રી ગરબા મહોત્સવને સફળ બનાવવા શાળાના પ્રિન્સીપાલ પરેશભાઈ માલાસણા, અતુલભાઈ પટેલ સહિતના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat