હળવદના ધારાસભ્યની કાર સરા ચોકડી નજીક એસટી બસ સાથે અથડાઈ

ધારાસભ્ય અને કારના ચાલકનો આબાદ બચાવ

 

હળવદ-ધ્રાંગધ્રાના ધારાસભ્ય આજે સાંજના સમયે સુરેન્દ્રનગરથી પરત ફરી રહ્યા હોય ત્યારે સરા ચોકડી નજીક એસટી બસે કારને ઠોકર મારી હતી જોકે સદનસીબે ધારાસભ્ય અને કારના ચાલકનો બચાવ થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો

હળવદના ધારાસભ્ય પરશોતમભાઈ સાબરીયા આજે કોંગ્રેસે આપેલા ખેડૂત સમર્થનના કાર્યક્રમ માટે સુરેન્દ્રનગર ગયા હોય જ્યાં સરકાર સામે વિરોધનો કાર્યક્રમ યોજાયો હતો અને સાંજના સમયે હળવદ પરત ફરતા હોય ત્યારે તેની ઈનોવા કાર નં જીજે ૩૬ એલ ૯૫૨૫ ને સરા ચોકડી નજીક એસટી બસ નં જીજે ૧૮ વાય ૭૧૬૬ સુરેન્દ્રનગર મોરબી ભીમકટા રૂટની બસે ટક્કર મારી હતી

જોકે અકસ્માતમાં ધારાસભ્ય પરશોતમભાઈ સાબરીયા અને કારના ચાલકનો બચાવ થયો હતો પરંતુ કારને વ્યાપક નુકશાન પહોંચ્યું હતું અને ધારાસભ્યની કારને અકસ્માતને પગલે લોકોના ટોળા એકત્ર થયા હતા

 

Comments
Loading...
WhatsApp chat