હળવદ : ખુશ પંડ્યાની શારીરિક સારવારના લાભાર્થે આવતીકાલે લોકડાયરો

 

હળવદમાં વસતા બ્રાહ્મણ પરિવારના ૧૦ વર્ષના બાળકને ગંભીર બીમારી લાગુ પડી હોય અને ઓપરેશન માટે લાખોનો ખર્ચ ઉઠાવી શકવા માટે પરિવાર સક્ષમ ના હોય ત્યારે દાતાઓને મદદ માટેની ગુહાર લગાવાઈ છે. તેમજ સારવારના લાભાર્થે લોકડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

હળવદમાં રહેતા ચંદ્રકાંતભાઈ પંડ્યાના ૧૦ વર્ષના પુત્ર ખુશ પંડ્યાને થેલેસેમિયા મેજર (બ્લડની ખામી) હોય જે ધોરણ ૬ માં હળવદની નાલંદા વિદ્યાલયમાં અભ્યાસ કરે છે ખુશ (લાલુ) ને જન્મથી જ દર પંદર દિવસે બ્લડ ચડાવવું પડે છે અને દર માસે ૧૦ હજારનો ખર્ચ થાય છે અને હાલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તેનું ઓપરેશન (બોનમેરો ટ્રાન્સપ્લાન) કરવાનું હોવાથી ૩૦ લાખથી વધુનો ખર્ચ થાય તેમ છે

ત્યારે બ્રહ્મ પરિવારના ખુશ પંડ્યાની સારવારના લાભાર્થે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે તા. ૦૬ ને શુક્રવારે રાત્રીના ૦૯ કલાકે સરસ્વતી શિશુ મંદિર હળવદ ખાતે પવનસુત સાઉન્ડના સથવારે ભવ્ય લોકડાયરો યોજાશે જેમાં જાણીતા કલાકાર ફરીદાબેન મીર, જયમંત દવે, હકાભા ગઢવી, ભરતદાન ગઢવી સહિતના કલાકારો ડાયરાની રમઝટ બોલાવશે તેમજ આ પ્રસંગે યુવા અઘોરી સંત ભાવેશબાપુ અને લંકેશબાપુ સહિતના ઉપસ્થિત રહેશે ખુશ પંડ્યાની શારીરિક સારવારના લાભાર્થે આયોજિત લોકડાયરામાં જાહેર જનતાને આમંત્રણ પાઠવ્યું છે અને બાળકની સારવારના ખર્ચમાં સહયોગી બનવા અનુરોધ કરાયો છે.

 

 

Comments
Loading...
WhatsApp chat