હળવદ : પ્રેમ પ્રકરણમાં ચાર શખ્શોનો આતંક, ઘરમાં તોડફોડ કરી-વાહનો સળગાવી નાખ્યા !

 

 

હળવદમાં પ્રેમ સંબંધ મામલે બઘડાટી બોલી ગઈ હતી જેમાં ચાર શખ્શો યુવાનના ઘરમાં ઘુસી આવી તોડફોડ કરી હતી તેમજ ઘરની બહાર પાર્ક કરેલા છકડો રીક્ષા અને ટેમ્પમાં આગ ચાંપી દઈને આતંક મચાવી ફરાર થયા હતા

 

બનાવની મળતી માહિતી મુજબ હળવદના ડુંગરપુર ગામે રહેતા ભરતભાઈ અલુભાઈ કોળીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના દીકરા અનીલને આરોપીની હનુભાઈની દીકરી લતાબેન સાથે છેલ્લા બે ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ હોય જે આરોપીને સારું ના લાગતા જે બાબતનું મનદુઃખ રાખીને ગત રાત્રીના આરોપી હનુભાઈ જેસિંગભાઈ કોળી, તેનો દીકરો અશ્વિન હનુભાઈ કોળી, ધીરુ ઉર્ફે ધારા દીપકભાઈ કોળી અને અક્ષય મગનભાઈ કોળી રહે ચારેય ડુંગરપુર તા. હળવદવાળા રાત્રીના તેના ઘરમાં ઘુસી આવી આવ્યા હતા

 

ફરિયાદીના ભાઈ રામજીભાઈને ગાળો આપી ઘરમાં ઘરમાં તોડફોડ કરી હતી તેમજ ફરિયાદીની માલિકીના છકડો રીક્ષા નં જીજે ૦૩ ઝેડ ૨૩૨૬ અને ટેમ્પો ૪૦૭ નં જીજે ૦૬ વી ૫૫૫૭ પર કેરોસીન છાંટી દીવાસળી ચાંપી દઈને સળગાવ્યા હતા અને કુલ ૭૦,૦૦૦ નું નુકશાન કરીને સાહેદ લીલાબેન અને મિતલને લાકડી વડે માર મારી ધમકીઓ આપી હતી પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

Comments
Loading...
WhatsApp chat