હળવદ : શ્રીજીનગરની ગ્રામસભામાં અધિકારીઓની ગેરહાજરીથી ગ્રામસભાનો ફિયાસ્કો

 

ગ્રામ્ય પંથકના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે યોજાતી ગ્રામસભામાં સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહે તેવી જરૂરત છતાં અધિકારીઓને ગ્રામ્ય પંથકના પ્રશ્નોમાં જાણે કે રસ ના હોય તેમ હળવદના શ્રીજીનગર ગામની ગ્રામસભામાં અધિકારીઓ ગેરહાજર રહેતા ગ્રામસભાનો ફિયાસ્કો થયો હતો

 

હળવદના શ્રીજીનગર ગામે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગ્રામજનોને કનડતા વિવિધ પ્રશ્નોના ઉકેલ આવે તેવા હેતુથી વિવિધ ૨૯ શાખાના અધિકારીઓને ગ્રામસભા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા જોકે માત્ર સાત જ શાખાના અધિકારીઓ સમય ફાળવી ઉપસ્થિત રહ્યા હતા તો બાકીના મહત્વપૂર્ણ એવા વિવિધ વિભાગોના અધિકારીઓ પાસે સમય ના હોય કે પછી ગ્રામ્ય પંથકમાં મહાનુભાવોને રસ ના હોય તેમ ગ્રામસભામાં પહોંચ્યા ના હતા

 

જેથી ગ્રામસભામાં ઉઠતા વિવિધ પ્રશ્નોના ઉકેલ આવે તેવી કોઈ સંભાવના રહી ના હાતી અને અધિકારીઓની ગેરહાજરીને પગલે ગ્રામસભાનો ફિયાસ્કો થવા પામ્યો હતો ત્યારે ગામના સરપંચે આ મામલે મામલતદારને રજૂઆત કરી છે અને અધિકારીઓ ઉપસ્થિત ના રહ્યા હોવા અંગે માહિતગાર કરવામાં આવ્યા છે

Comments
Loading...
WhatsApp chat