

હળવદ પંથકની રહેવાસી યુવતીએ પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી છે પોલીસે બનાવની નોંધ કરી આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે
હળવદના ગોરી દરવાજા નજીકની રહેવાસી ભૂમિ અમૃતભાઈ રાઠોડ (ઉવ ૧૮) નામની યુવતીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે જોકે યુવતીએ ક્યા કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો તે કારણ જાણી સકાયું નથી પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે
મોરબીના જાંબુડિયા ગામે મારામારીનો બનાવ
મોરબીના નજરબાગ નજીકના સનરાઈઝ એપાર્ટમેન્ટના રહેવાસી ચેતનભાઈ સુરેન્દ્રભાઈ ભાનશાલીએ ફરિયાદ નોંધાવી છે કે આરોપી ટ્રક નં જીજે ૨૫ ટી ૮૫૬૮ ના ચાલકે આરોપી ત્રણેક માસ અગાઉ ફરિયાદીના મિત્રનાં ટ્રાન્સપોર્ટમાં ચાલતી જે ફરિયાદીના મિત્ર ના પાડતા તેનો ખાર રાખીને લાકડાના ધોકા વડે માર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે



