Billboard ad 1150*250 Billboard ad 1150*250

હળવદ : રણછોડગઢ ગામની સીમમાં કુહાડીના પાંચથી છ ઘા ઝીંકી વૃદ્ધની નિર્મમ હત્યા

હળવદ પોલીસ દોડી ગઈ, હત્યાનું કારણ અકબંધ

 

હળવદના રણછોડગઢ ગામની સીમમાં મોડી રાત્રીના સમયે વૃદ્ધને કુહાડીના પાંચથી વધુ ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોય જે બનાવની જાણ થતા પોલીસ દોડી ગઈ હતી અને હત્યાના બનાવ અંગે વધુ તપાસ ચલાવી છે

 

હળવદના રણછોડગઢ ગામની સીમમાં આવેલી લક્ષ્મણભાઈ મોહનભાઈ પટેલની વાડીમાં મજુરી કરતા અને રખોપું કરતા માવુભાઈ લાભુભાઈ પઢીયાર (ઉવ ૬૫) નામના વૃદ્ધની મોડી રાત્રીના સમયે કુહાડીના પાંચથી છ ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી જોકે હત્યા ક્યાં કારણોસર કરાઈ તે કારણ હજુ જાણી સકાયું નથી

 

તો અજાણ્યા ઈસમો હત્યા કરીને ફરાર થયા હોય જેને ઝડપી લેવા પોલીસે તપાસ ચલાવી છે હળવદના નાના એવા ગામમાં હત્યાના બનાવને પગલે ચકચાર મચી છે પોલીસે હત્યાનો ગુન્હો નોંધવા તજવીજ આદરી છે તેમજ વૃદ્ધની હત્યાનું કારણ શોધવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે

Comments
Loading...
WhatsApp chat