Billboard ad 1150*250

હળવદ : શાળા નંબર-4 ની કૃતિ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં તાલુકામાં પ્રથમ સ્થાને

0 82
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3


હળવદ-ગત 13 સપ્ટેમ્બરના રોજ ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન 2019-20નું બી.આર.સી.ભવન હળવદ તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટના સંયુક્તપણે મોડેલ શાળા હળવદ ખાતે યોજાય ગયું. ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન વિવિધ ભાગમાં યોજાયું હતું જેમાં વિભાગ-3માં શ્રી પે સે.શાળા નંબર-4ના ધોરણ-7માં અભ્યાસ કરતા બાલ વૈજ્ઞાનિક સનારીયા દેવ યોગેશભાઈ અને કોરિંગા ધાર્મિક રમેશભાઈએ શાળાના ગણિત વિજ્ઞાનના માર્ગદર્શક શિક્ષક શ્રી જીતેન્દ્રભાઈ અને ભાવેશભાઈના માર્ગદર્શન નીચે નવીનતમ ફુવારો કૃતિ રજૂ કરી હતી. આ ફુવારના વિવિધ ઉપયોગો અને નવીનતાના આધારે આ કૃતિ હળવદ તાલુકામાં પ્રથમ સ્થાને આવી હતી. હવે આગામી દિવસમાં જિલ્લા કક્ષાએ ભાગ લેવાના હોઈ શાળા વતી સૌએ અભિનંદન પાઠવ્યા હતા.

Post ad 1
Comments
Loading...
Share This
WhatsApp chat