હળવદ : ટીકરમાં ડીઝલ મશીન હટાવવાનો ખેડૂતોએ કર્યો ઉગ્ર વિરોધ, Video

મહિલા સરપંચના પતિએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી

 

માળિયા તાલુકાને માળિયા બ્રાંચ કેનાલમાંથી સિંચાઈની પાણી ન મળતા ખેડૂતોએ આંદોલનનો માર્ગ અપનાવ્યા બાદ તંત્ર દ્વારા હળવદ વિસ્તારમાં ડીઝલ મશીન અને બકનળીઓ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હોય જેનો ટીકર ગામના ખેડૂતોએ વિરોધ કર્યો છે તો ગામના મહિલા સરપંચના પતિએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે

 

માળિયાના ખેડૂતોના આંદોલનને પગલે તંત્ર દ્વારા પાણીચોરી રોકવા સઘન પગલા ભરવામાં આવ્યા હોય જે મામલે ટીકર ગ્રામ પંચાયત દ્વારા મામલતદારને આપવામાં આવ્યું હતું જેમાં જણાવ્યું છે કે હળવદ તાલુકાના ટીકર ગામે આવેલ માળિયા બ્રાંચ કેનાલમાંથી  ખેડૂતોનો પાસ નિષ્ફળ ન જાય તે માટે પિયત માટે પાણી છોડવામાં આવ્યું છે પરંતુ કેનાલ પરથી મશીન હટાવવામાં આવે છે તેમાં પાણી આપવાની મનાઈ કરવામાં આવે છે

 

જો ટીકર ગામના ખેડૂતોને કેનાલમાંથી પિયત માટે પાણી લેવાની મનાઈ કરવામાં આવશે તો સરપંચના પતિ વિજયભાઈ પટેલ આત્મવિલોપન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી તેમજ ખેડૂતોએ એમ પણ જણાવ્યું હતું કે મશીન મુકવાની સરકારે છૂટ આપી હોય તો મશીન કેમ હટાવવામાં આવે છે  તેવો આક્રોશ વ્યક્ત કર્યો હતો

Comments
Loading...
WhatsApp chat