


રાજ્યમાં ચાલતી બોર્ડની પરીક્ષામાં આજે હળવદના એક પરીક્ષા કેન્દ્રમાં એક જ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી જોકે ક્લાસમાં એક જ વિદ્યાર્થી હોવા છતાં બ્લોક સુપરવાઈઝર સહીતનો તમામ સ્ટાફ તૈનાત કરાયો હતો અને એક વિદ્યાર્થી માટે આઠ કર્મચારીનો સ્ટાફ ખડેપગે જોવા મળ્યો હતો.
આજે ધો. ૧૨ની બોર્ડ ની પરીક્ષા માં સામાન્ય પ્રવાહમાં હિન્દીના પેપરમાં આજે હળવદના ઘનશ્યામપુર રોડ પર આવેલી મંગલમ વિદ્યાલય ખાતે એક જ પરીક્ષા આપનાર વિદ્યાર્થી હતો અને પરીક્ષાર્થી માટે આખો સ્ટાફ ખડેપગે રહ્યો હતો. હળવદની મંગલમ વિદ્યાલયમાં માત્ર એક જ પરીક્ષાર્થી પરીક્ષા આપનાર હતો જેના માટે સમગ્ર સ્ટાફ તૈનાત રહ્યો હતો. આ પરીક્ષા કેન્દ્ર પર બ્લોક સુપરવાઈઝર, સ્થળ સંચાલક, સરકારી પ્રતિનિધિ અને પોલીસનો સ્ટાફ સહીત આઠ કર્મચારીઓનો સ્ટાફ તૈનાત રહ્યો હતો અને એકમાત્ર વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. શાળાના સંચાલક અસોક્ભાઈ પટેલે દરેક બાળકનું ભવિષ્ય કીમતી હોય અને એક વિદ્યાર્થી માટે પણ તમામ વ્યવસ્થા હોવી જોઈએ તેમ જણાવ્યું હતું.

