



હળવદ નજીકની નર્મદા કેનાલમાં પરિણીતા ખાબક્યા બાદ ફાયરની ટીમના તરવૈયા તેની શોધખોળ ચલાવી રહયા છે જોકે પરિણીતા કેનાલમાં પડ્યાને લગભગ ૨૪ કલાકનો સમય વીત્યા બાદ પણ કોઈ પત્તો લાગ્યો નથી
હળવદ નજીકના રણમલપુર ગામ નજીક નર્મદા કેનાલમાં એક પરિણીતા ખાબકી હોય તેવી માહિતી મળતા ગ્રામજનો એકત્ર થયા હતા તો ફાયરની ટીમને પણ જાણ કરવામાં આવતા તરવૈયાઓએ શોધખોળ આદરી છે જોકે કેનાલમાં પાણીનો પ્રવાસ ધસમસતો હોય જેથી સર્ચ ઓપરેશનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે
તો વળી પરિણીતા કેનાલમાં સોમવારે બપોરના સુમારે ખાબકી હોવાની માહિતી મળી છે જે બનાવને ૨૪ કલાક વીત્યા બાદ પણ કોઈ પત્તો લાગ્યો નથી પરિણીતા કેનાલમાં અકસ્માતે ખાબકી છે કે પછી આપઘાતના ઈરાદે ઝંપલાવ્યું છે તે પણ સ્પષ્ટ થયું નથી અને બનાવ અંગે જાણ થતા પોલીસ ટીમ દોડી ગઈ હતી જોકે પોલીસમાં સત્તાવાર કોઈ નોંધ નથી



