હળવદ : ધ્રાંગધ્રા બજારમાં પ્રવેશ સાથે જ થાય છે મોતના દર્શન….

હળવદ ધ્રાંગધ્રા બજારમાં પ્રવેશ કરતા જ મોત સામે લટકતું સ્પષ્ટ જોઈ સકાય છે. આ બજારમાં ડો. ઉમરાણીયા સાહેબવાળું મકાન જે જુનું અને જર્જરિત હાલતમાં આવેલું છે તે એક પ્લાસ્ટિક દોરી સાથે અટકીને લાકડાની રેલીંગ રહી છે. મેઈન બજાર હોવાથી અહી હળવદના નાગરિકો દિવસભર આવન જાવન કરતા રહેતા હોય છે ત્યારે મોતનો માંચડો ક્યારે અકસ્માત સર્જે તે કહી સકાય તેમ નથી. આ અંગે પાલિકાના સભ્યને પણ વેપારીઓએ જાણ કરી છે અને એક માસ જેટલા સમયથી આ પ્રોસીજર કાગળ પર જ છે તો શું હજુ પણ નાગરિકોને આ મોતના માંચડા સામે લડવું પડશે? આ મોતનો માંચડો કોઈનો ભોગ લેશે તો તેની જવાબદારી પાલિકાનું તંત્ર લેશે ખરું જેવા અનેક સવાલો અહી ઉપસ્થિત થઇ રહ્યા છે જોકે નીમ્ભર પાલિકા તંત્ર પાસે આવા ગંભીર પ્રશ્ન માટે પણ સમય ના હોય તેવો ઘાટ સર્જાઈ રહ્યો છે તો મોતનો લટકતો માંચડા નીચેથી દરરોજ નાગરિકો પોતાના જીવના જોખમે અહીંથી પસાર થઇ રહ્યા છે.

Comments
Loading...
WhatsApp chat