હળવદ : બુટલેગરોએ દારૂની હેરાફેરી માટે અપનાવ્યો અનોખો કીમિયો, જુઓ વિડીયો

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

બે કાર અને દારૂના મુદામાલ સાથે ત્રણ આરોપીને ઝડપી લીધા

        મોરબી જીલ્લામાં દારૂની હેરાફેરી સતત થતી જોવા મળે છે ત્યારે બીજી તરફ પોલીસ પણ બુટલેગરોને કાયદાનું ભાન કરાવવા મથામણ કરતી હોય છે આજે હળવદ પંથકમાં અનોખો કીમિયો અજમાવી બુટલેગરો દારૂની હેરાફેરી કરતા હતા જોકે પોલીસની પારખું નજરે કારમાં છુપાવેલો દારૂનો જથ્થો શોધી કાઢીને બે કાર, દારૂ સહીત લાખોના મુદામાલ સાથે ત્રણ ઇસમોને ઝડપી લીધા છે

        હળવદ પીઆઈ એમ આર સોલંકીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી જી પનારા અને તેની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન કવાડિયા ગામના પાટિયા પાસેથી તેમજ હળવદ સરા ચોકડી પાસેથી પસાર થતી બે કાર આંતરી હતી જેમાં રીટઝ કાર નં એચઆર ૮૦ બી ૯૯૬૯ વાળીમાંથી દારૂની બોટલ નંગ ૮૪ કીમત રૂ ૪૨,૦૦૦ મળી આવતા કાર અને મોબાઈલ સહીત કુલ ૫.૪૭ લાખનો મુદામાલ જપ્ત કરીને કારમાં સવાર રોહતાસ ઈશ્વર ચૌધરી રહે હરિયાણા વાળાને દબોચી લીધો છે

        જયારે આઈ ટ્વેંટી કાર નં એચઆર ૪૦ એફ ૮૮૯૦ માંથી વિદેશી દારૂની બોટલ નંગ ૭૯ કીમત રૂ ૩૯,૫૦૦ મળી આવતા કાર અને મોબાઈલ સહીત કુલ ૫,૭૦,૫૦૦ ની કિમતનો મુદામાલ જપ્ત કર્યો છે અને કારમાં સવાર પરવીનકુમાર ઓમપ્રકાશ ચૌધરી અને અનીલકુમાર પાલેરામ ચૌધરીને ઝડપી લીધા છે

કારના દરવાજા અને બોનેટમાં છુપાવ્યો હતો દારૂ

        કારમાં દારૂની હેરાફેરી કરતા ઇસમોએ કારના દરવાજામાં દારૂ છુપાવી રાખ્યો હતો જોકે પોલીસની પારખું નજરે બુટલેગરોના કીમિયાને નિષ્ફળ બનાવ્યો હતો બાતમીને આધારે બંને કારને આંતરી લઈને દારૂનો મુદામાલ જપ્ત કરી આરોપીને દબોચી લીધા છે તેમજ દારૂ ક્યાંથી મેળવ્યો અને કોને ડીલીવરી આપવા જતા હતા તે દિશામાં તપાસ ચલાવી છે  

Comments
Loading...
WhatsApp chat