



તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
હળવદના રહેવાસી આધેડે વ્યાજખોરોના ત્રાસ અંગે ફરિયાદ નોંધાવી છે વ્યાજે લીધેલી રકમની પઠાણી ઉઘરાણી કરી ઘરે આવી ધમકી આપતા હોવાની પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે
હળવદના કુંભારદરવાજા નજીક રહેતા હસમુખભાઈ પ્રભુભાઈ ગણેશીયાએ હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે હળવદ બસ સ્ટેન્ડ પાસે રહેતા વિજય રઘુભાઈ રબારીએ ફરિયાદીને ૩૨,૦૦૦ રૂ ૩૦ ટકા વ્યાજે આપેલ હોય જે નાણા ફરીએ વ્યાજ સહીત ૫૦ હજાર ચૂકવી દીધેલ હોવા છતાં આરોપીએ ફરિયાદી પાસે 3,૦૦,૦૦૦ ની પઠાણી ઉઘરાણી કરી ફરિયાદીના ઘરે જઈને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ ફરિયાદીના પત્ની અને બાળકોને ઉપાડી જવાની ધમકી આપી હોવાનું જણાવ્યું છે



