Billboard ad 1150*250 Billboard ad 1150*250

હળવદ : ધોધમાર વરસાદને પગલે ઘનશ્યામપુરની કન્યા શાળામાં પાણી ભરાયા

મોરબી જીલ્લામાં વધુ અડધાથી એક ઇંચ વરસાદ

 

 

મોરબી જીલ્લામાં શુક્રવારથી મેઘમહેર શરુ થઇ છે અને મેઘરાજાની અવિરત સવારી શનિવારે પણ યથાવત જોવા મળી રહી છે જેમાં હળવદ પંથકમાં બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે તો ઘનશ્યામપુર ગામની શાળામાં પાણી ભરાઈ ગયા છે

 

મોરબી જીલ્લામાં શુક્રવારથી શરુ થયેલી મેઘસવારી શુક્રવારે રાત્રીના પણ યથાવત રહી હતી અને શુક્રવારે આખા દિવસમાં વરસેલા વરસાદમાં મોરબીમાં ૪૯ મીમી, વાંકાનેરમાં ૩૯ મીમી, હળવદમાં ૪૪ મીમી, માળિયામાં ૩૬ મીમી અને ટંકારામાં ૪૬ મીમી વરસાદ નોંધાયો હતો

 

તેમજ શનિવારે સવારથી વરસાદ શરુ થતા મોરબીમાં વધુ ૧૩ મીમી,. વાંકાનેરમાં ૨૨ મીમી, હળવદમાં ૧૬ મીમી અને ટંકારામાં ૧૪ મીમી વરસાદ સવારે ૧૦ વાગ્યા સુધી નોંધાયો છે તો વરસાદને પગલે હળવદના ઘનશ્યામપુર ગામની કન્યા શાળામાં પાણી ભરાયા હતા જેથી વિદ્યાર્થીનીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો જોકે શાળામાં પાણી ભરાવા છતાં શિક્ષણ કાર્ય ચાલુ રહ્યું હતું

Comments
Loading...
WhatsApp chat