Billboard ad 1150*250

હળવદ : ૪૦ વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ બસને વેગડવાવ નજીક અકસ્માત નડ્યો

0 202
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

બસ રોડ સાઈડમાં નમી ગઈ, તમામ બાળકોનો બચાવ

Post ad 2

        હળવદના વેગડવાવ પાસેથી પસાર થતી ખાનગી સ્કૂલ બસ અન્ય વાહનને સાઈડ આપવા જતા રોડ નીચે ઉતર્યા બાદ નમી જતા અકસ્માત સર્જાયો હતો જોકે સદનસીબે અકસ્માત તમામ બાળકોનો બચાવ થયો છે

        હળવદના વેગડ્વાવ રોડ પરથી પસાર થતી ખાનગી શાળાની બસ પસાર થતી હોય ત્યારે અન્ય વાહનને સાઈડ આપવા માટે ડ્રાઈવરે સાઈડમાં લીધી હોય અને માટી પોચી હોવાથી બસ ખુપી જતા નમી ગઈ હતી જોકે બસના ડ્રાઈવરે સમય સુચકતા વાપરીને બસમાં સવાર તમામ ૪૦ બાળકોને સમયસર બસમાંથી નીચે ઉતાર્યા હતા અને તમામ બાળકોનો બચાવ થયો છે

બનાવ અંગે મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાથે વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે હળવદમાં આવેલ સાંદીપની  સ્કૂલ અને સદભાવના સ્કૂલની બસ હતી અને સ્કૂલમાં સવાર બાળકો નવા ઇશનપુર ગામના હોય જેને લેવા અને મુકવા ખાનગી શાળાની બસ જતી હતી તાજેતરમાં જીટીપીએલ દ્વારા કેબલ પાથરવા રોડ ખોદેલ હોય અને બસના ડ્રાઈવરે અન્ય વાહનને સાઈડ આપવા માટે બસ રોડ સાઈડમાં દબાવતા બસ પોચી માટીમાં ખુંપી ગઈ હતી જોકે બનાવમાં તમામ બાળકો સુરક્ષિત છે અને તમામને ઘરે સહી સલામત પહોંચાડી દેવાયા હોવાનું જણાવ્યું હતું   

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat