


હળવદ બાયપાસ નજીક ગત રાત્રીના સમયે મોટરસાયકલ સ્લીપ થતા બાઈકસવાર યુવાનનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું હતું.
હળવદના રાણેકપર ગામના વતની દિલીપભાઈ લાભુભાઈ હાલાણીએ હળવદ પોલીસમાં જણાવ્યું છે કે આરોપી હરજીભાઈ લાભુભાઈ હાલાણીએ પોતાનું મોટરસાયકલ નં જીજે ૩૬ ઈ ૬૯૭૭ પુરઝડપે ચલાવી કાબુ ગુમાવી દેતા બાઈક સ્લીપ થયું હતું જેમાં બાઈક ચાલકે પોતાને ઈજા પહોંચાડી તેમજ તેના દીકરા રણજીતને ઈજા થતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. હળવદ પોલીસે અકસ્માતના બનાવ અંગે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.

