


હળવદની બ્રાહ્મણી નદીમાં આજે અનેક માછલીઓના મોતની ખબરથી અરેરાટી ફેલાઈ હતી અને શંકાસ્પદ રીતે મોત થયા હોય જેથી આ મામલે તપાસની લોકમાંગ ઉઠવા પામી છે.
બ્રાહ્મણી નદીમાં અસંખ્ય માછલીઓ મૃત હાલતમાં પાણી પર તરતી દેખાયાની ઘટનાને પગલે અનેક લોકો નદીના કાંઠે દોડી ગયા હતા અને શંકાસ્પદ હાલતમાં માછલીઓના મોત થયા હોવાથી લોકોમાં ગુસ્સો જોવા મળ્યો હતો
તેમજ માછલીઓના મોત ઝેરી અસરથી થયા હોવાની માહિતી પણ સુત્રો દ્વારા પ્રાપ્ત થઇ છે જોકે સાચું કારણ તો વધુ તપાસ અને રીપોર્ટ બાદ જાણી શકાશે પરંતુ અસંખ્ય માછલીઓના મોતથી સમગ્ર પંથકમાં અરેરાટી જોવા મળી રહી છે.

