હળવદ : મેલડીમાંના મંદિર માંથી ૧૨૬ બોટલ ઇંગ્લિશ દારૂ ઝડપાયો

શ્રાવણ માસના પ્રથમ દિવસે જ 126 બોટલ ઇંગ્લિશ દારૂ સહિત ૬૩હજારનો મુદ્દામાલ કબજે,

હળવદ પથંકમાં બુટલેગરો દ્રારા અવનવા કીમીયાઅજમાવતા દુધના ટેન્કરમાં, ગાજરની આડમાં ,ગાડીના બોનેટ માં, ખેતરમાં છુપાવીને દારૂનો ધંધો કરતા બુટલેગરો ને હળવદ પોલીસે આગવી સુઝબુઝ થી ઝડપી પાડયા છે, જેની હજુ સાહી સુકાઈ નથી ત્યાં હળવદ પોલીસે પાકી બાતમી ના આધારે સફળતાપૂર્વક શ્રાવણ માસના પ્રથમ દિવસે નવી શિરોઈ ગામે મેલડી માતાજી ના મંદિરમાંથી ૧૨૬ બોટલ ઇંગ્લિશ દારૂ કસીનો પ્રાઈડ વ્હીસકી,કુલ ૬૩૦૦૦ નો મુદ્દામાલ ઝડપીપાડયો,

જયારે આરોપી મુકેશ ભીખાભાઈ કોળી ફરાર થય ગયેલ, જેને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે, સમગ્ર મિશન પાર પાડવા હળવદ પીઆઇ એમ, આર, સોલંકીના માર્ગદર્શન નીચે પીએસઆઇ, પી, જી, પનારા ,યોગેશ દાન ગઢવી બીપીનભાઈ ,ગંભીરસિંહ ,વગેરે ડી સ્ટાફના લોકોએ છાપો મારી 126 બોટલ દારૂ મંદિરમાંથી જપ્ત કતી આરોપી ને ઝડપવા ચક્રો ગતિમાન કર્યાં છે

Comments
Loading...
WhatsApp chat